Home> India
Advertisement
Prev
Next

ઉન્નાવ કાંડ: યોગી સરકારની મોટી કાર્યવાહી, SHO સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ

ઉન્નાવ કાંડ (Unnao Rape Case)  મામલે યોગી સરકારે (Yogi Government)  મોટી કાર્યવાહી કરતા SHO સહિત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ  કરી દીધા છે. 

ઉન્નાવ કાંડ: યોગી સરકારની મોટી કાર્યવાહી, SHO સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ

નવી દિલ્હી: ઉન્નાવ કાંડ (Unnao Rape Case)  મામલે યોગી સરકારે (Yogi Government)  મોટી કાર્યવાહી કરતા SHO સહિત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ  કરી દીધા છે. એસપી ઉન્નાવ વિક્રાંત વીરે આ મોટી કાર્યવાહી કરતા બિહાર પોલીસ સ્ટેશન એસએચઓ અજય ત્રિપાઠી સહિત અરવિંદ સિંહ રઘુવંશી, શ્રીરામ તિવારી, અબ્દુલ વસીમ, આરક્ષી પંકજ યાદવ, મનોજ અને સંદીપકુમારના નામ સામેલ છે. દુષ્કર્મ પીડિતા (Rape Victim) એ શુક્રવારે મોડી રાતે છેલ્લા શ્વાસ લીધા હતાં. ત્યારબાદ આજે તેના ગામ બહાર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાએ દમ તોડ્યો હતો. પીડિતાના પરિજનોએ માગણી કરી હતી કે જ્યાં સુધી મુખ્યમંત્રી નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવામાં નહીં આવે પરંતુ ટોચના અધિકારીઓ દ્વારા આશ્વાસન મળ્યા બાદ તેઓ અંતિમ સંસ્કાર માટે તૈયાર થઈ ગયા હતાં. 

fallbacks

ઉન્નાવ: દુષ્કર્મ પીડિતાને દફનાવવામાં આવી, યુપી સરકારના બે મંત્રીઓ રહ્યાં હતાં હાજર

પરિવારે જણાવ્યું કે અવિવાહિત છોકરીઓના અંતિમ સંસ્કાર કરાતા નથી. આથી અમે પુત્રીને દફન કરી રહ્યાં છીએ. ઉન્નાવ રેપ પીડિતાને અપરાધીઓએ બાળી મૂકવાની કોશિશ કરી હતી. પીડિતાએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. પીડિતા 90 ટકા જેટલી દાઝી ગઈ હતી. 

પીડિતાના પરિવારને મળ્યાં 25 લાખ રૂપિયા અને નોકરી
ઉત્તર પ્રદેશની સરકારે પીડિતાના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે. લખનઉના પોલીસ કમિશનર મુકેશ મેશ્રામે કહ્યું કે પીડિતાને બહેન માટે નોકરીની વ્યવસ્થા કરાશે. વડાપ્રધાન આવાસ યોજના હેઠળ પીડિતાના પરિવારને બે મકાન આપવામાં આવશે. આ સાથે જ આશ્વાસન આપ્યું છે કે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે. 

રેપ મુદ્દે દેશભરમાં આક્રોશથી સરકાર એક્શન મોડમાં; કાયદા મંત્રીએ કહ્યું- ર મહિનામાં પૂરી થાય તપાસ 

પીડિત પરિવારને મળશે સુરક્ષા
 પોલીસ કમિશનરે જાહેરાત કરી છે કે પીડિત પરિવારને સુરક્ષા અપાશે. કોઈ પણ પરિજને ક્યારેય સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. સરકાર પરિવારની યોગ્ય સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. એડીજી એસ કે ભગત અને કમિશનર રેપ પીડિતાના ઘરે ગયા હતાં.

જુઓ LIVE TV

સમગ્ર ઉત્તર પ્રદેશમાં વિરોધ પ્રદર્શન
લખનઉમાં આજે ભાજપની ઓફિસ બહાર કોંગ્રેસના કાર્યકરો ભેગા થયેલા હતાં જેમને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો. લાઠીચાર્જ બાદ ફરીથી લખનઉના હજરતગંજમાં કોંગ્રેસે વિરોધ શરૂ કર્યો હતો. પોલીસે બેરીકેડિંગ લગાવીને નેતાઓને રોકવાની કોશિશ કરી હતી. આ બાજુ ગોરખપુરમાં પણ ઉન્નાવ મામલે કોંગ્રેસે પ્રદર્શન કર્યું. સપા પ્રમુખ અખિલેશ યાવદે પણ વિધાનસભા બહાર સાંકેતિક ધરણા ધર્યા અને પ્રદેશની સરકારને નિશાન પર લીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More